રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાલુકા કક્ષાએ લેવાયેલ ક્વિઝ સ્પર્ધામાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં બાળકો ઝળક્યાં.

SB KHERGAM
0

  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાલુકા કક્ષાએ લેવાયેલ ક્વિઝ સ્પર્ધામાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં બાળકો ઝળક્યાં. 

KHERGAM : 20-06-2023

તારીખ ૧૯-૦૬-૨૦૨૩નાં દિને  જી-20 અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલ સરકારી શાળાનાં બાળકો માટે "નાણાંકીય સાક્ષરતા" ક્વિઝ સ્પર્ધામાં તાલુકા દીઠ ૧૦ જેટલી    માધ્યમિક શાળા /પ્રાથમિક શાળાઓ પસંદ કરવામાં આવી હતી તેમાં પ્રાથમિક વિભાગમાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં નેન્સી વિમલભાઈ ગાંવિત અને મોહિતકુમાર નરેન્દ્રભાઈ ગાયકવાડની ટીમ પ્રથમ ક્રમાંકે આવી હતી.જ્યારે બીજા ક્રમાંકે ક્ન્યા શાળાની  તનુશ્રી જિતુભાઈ રાઠોડ અને શેલી સંજયકુમાર પટેલની ટીમ દ્વિતિય ક્રમાંકે અને કુમાર શાળા ખેરગામનાં મીતકુમાર પરેશભાઈ પટેલ અને સુમિતકુમાર રાજેશભાઈ પટેલની ટીમ તૃતિય ક્રમાંકે આવી હતી. 

      ઉપરોક્ત પ્રથમ ક્રમાંક મેળવેલ તોરણવેરા પ્રાથમિક શાળાની ટીમનાં બાળકોને ૫૦૦૦/- રુપિયા , દ્વિતિય ક્રમાંક મેળવેલ ક્ન્યા શાળાનાં બાળકોને ૪૦૦૦/- અને તૃતિય ક્રમાંક મેળવેલ કુમાર શાળાનાં બાળકોને ૩૦૦૦/- રુપિયા ઇનામ સ્વરુપે તેમનાં એકાઉન્ટમાં જમા થશે. 

       હવે પછી તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ તોરણવેરા પ્રાથમિક શાળાનાં બાળકોની ટીમ  જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. વિજેતા ટીમોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરિક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશ કુમાર ચૌહાણ તથા મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, બી.આર.સી. ભવન ખેરગામની ટીમ અને  ક્ન્યા શાળાનાં આચાર્ય શ્રી ભરતભાઈ સુથારે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. 





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top